અમારી પી.એમ.શ્રી પ્રાથમિક કન્યાશાળા કઠલાલમાં તારીખ
12/ 8 /2026 ને રોજ એસ.એમ.સી સભ્યશ્રીઓની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું..
જે અંતર્ગત શાળા વિકાસ અને તમામ પ્રકારની પ્રવૃત્તિઓ, શાળા ગ્રાન્ટ તથા વપરાશને લગતા તમામ મુદ્દાઓની વિગતવાર
ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી જેમ કે..
1 અગાઉ યોજાયેલ એસ.એમ.સી મીટીંગના ઠરાવના મુદ્દાઓની ચર્ચા
2 શાળા વિકાસ યોજના બાબતે ચર્ચા
3 શાળામાં દૂરથી અભ્યાસ કરવા આવતા બાળકો માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા બાબતે ચર્ચા
4 શાળા પાસે પડી રહેલ પડતર જમીનની શાળા માટે યોગ્ય ઉપયોગ થાય તે માટેની ચર્ચા
5 શાળામાં અભ્યાસ કરતી મોટી વિદ્યાર્થીનીઓ માટે સેનેટરી પેડ સુવિધા તથા ગ્રાન્ટ અને વપરાશ બાબતે ચર્ચા
6 શાળામાં ઓર્ગેનિક પદ્ધતિથી ઉભા કરાયેલ ઓર્ગેનિક ફાર્મ, કિચન ગાર્ડન તથા ઔષધીબાગ સંદર્ભે (ઇકોક્લબ) પ્રવૃત્તિની ચર્ચા
7 શાળામાં અભ્યાસ કરતા બાલ વાટિકા થી લઈ ધોરણ 5 સુધીના બાળકોના નિપુણ ભારત અંતર્ગત બાહ્ય મૂલ્યાંકનની ચર્ચા
8 પી.એમ.શ્રી યોજના અંતર્ગત શાળા અને બાળકોના વિકાસ અર્થે આવેલ વિવિધ વિભાગ મુજબની ગ્રાન્ટ અને તેના યોગ્ય ઉપયોગ માટેની ચર્ચા
9 શાળામાં અભ્યાસ કરતા બાળકોની નિયમિત હાજરી અને શૈક્ષણિક અભ્યાસિક તથા સહ અભ્યાસિક પ્રવૃત્તિ સંદર્ભ ચર્ચા..
આમ ઉપર મુજબના મુદ્દાઓને લઈને શાળા પરિવાર દ્વારા SMC સભ્યશ્રીઓ સાથે મીટીંગ યોજવામાં આવી મિટિંગના અંતે ચા નાસ્તો કરીને સૌ છૂટા પડયા..🙏👍





ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો